સવારે પેટ સારી રીતે સાફ થશે, રાત્રે ખાવો આ ખોરાક


By Smith Taral12, Sep 2024 12:42 PMgujaratijagran.com

ઘણીવાર સવારે પેટ સારી રીતે સાફ ન થવાના લીધે દિવસ દરમિયાન આળસ અને ઊંઘ આવે છે. સવારે પેટ વ્યવસ્થિત રીતે સાફ થાય તે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, આ માટે તમે રાત્રે આ ખોરાક ખાઈ શકો છો. આવો જાણીએ વધુમાં

અળસીના બીજ

રાત્રે અળસીના બીજને રોસ્ટ કરીને ખાવો, અથવા તેને ગરમ પાણીમાં અથવા દુધ સાથે પણ લઈ શકો છો. આ તમને પેટ સાફ કરવામાં મદદ કરશે

મધ

રાત્રે સૂતા પહેલા એક બે ચમચી મધનું સેવન કરો, આ પણ પાચન સારુ કરી પેટ સાફ કરવામાં મદદ કરે છે

હુંફાળુ ગરમ પાણી

રાત્રે હુંફાળુ ગરમ પાણી પીવું જોઈએ, આ કઠોર મળને નરમ બનાવી મળત્યાગની ક્રીયા સરળ બનાવે છે.

સલાડ ખાવો

રાત્રે જમવા સાથે સલાડ ખાવું ફાયદાકારક છે. રાત્રે ડીનર સાથે જો તમે ટામેટા, કાકડી, ડુંગળી, મુળા વગેરેનું સલાડ ખાવો છો તે તમને પાચનમાં મદદ કરે છે અને સવારે પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે.

ત્રિફળાનો પાવડર

રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ પાણી સાથે ત્રિફળાનો પાવડર લેવાથી સવારે પેટ સારી રીતે સાફ થાય છે. આમા રહેલા એન્ટી ઈન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સિડન્ટ મળત્યાગની ક્રીયામાં મદદ કરે છે.

મુનકકા અને ખજૂર સાથે દુધ

મુનકકા અને ખજૂરને દુધ સાથે ખાવાથી પાચનને લગતી સમસ્યા દુર થાય છે અને સવારે પેટ પણ સારી રીત સાફ થાય છે

Tulsi Seeds: તુલસીના બીજના આ 7 ફાયદા વિશે જાણો