Tulsi Seeds: તુલસીના બીજના આ 7 ફાયદા વિશે જાણો


By Smith Taral11, Sep 2024 06:19 PMgujaratijagran.com

પોષક તત્વો

તુલસીના બીજમાં ફાયબર, આવશ્યક ફેટી એસિડ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા તત્વો ઉમેરાયેલ છે, જે શરીરના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.

તુલસીના બીજના ફાયદા

તુલસીના બીજનું નિયમિત સેવન પાચનશક્તિ સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે આ સિવાય તે ઉધરસ-શરદી જેવી સામાન્ય બીમારીઓમાં આરામ આપે છે.

વજન ઘટાડવું

તુલસીના બીજને ઉકાળીને ખાલી પેટે ગરમ પાણી સાથે પીવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ

આ બીજમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ શરીરને બેકટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

કબજિયાત

જો તમારું પાચન સારુ નથી, તો તુલસીના બીજને પાણીમાં પલાળીને તેમાં મધ ઉમેરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

શરદી અને ઉધરસ

શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે દરરોજ બે વાર તુલસીના બીજનો ઉકાળો પીવાથી શ્વસન તંત્રમાં સુધારો થાય છે.

ડાયાબીટીસમાં ફાયદાકારક

તુલસીના બીજનું સેવન ખાસ કરીને ડાયાબીટીસ દર્દીઓ માટે ફાયદાકારક છે, કારણ કે તે ઇન્સ્યુલિનનું સ્તર બેલેન્સ રાખે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે.

જાણો શરીરની ગરમી ઘટાડવા ઘરગથ્થુ ઉપાય