હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે વિધિ-વિધાનથી શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે, તો ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ જન્માષ્ટમીના દિવસે જૂના લડ્ડુ ગોપાલનું શું કરવું જોઈએ?
જન્માષ્ટમીના દિવસે જૂના લડ્ડુ ગોપાલને કચરા કે મંદિરમાં ના રાખવા જોઈએ, પરંતુ તેમને પાણીમાં પધરાવવા જોઈએ.
જન્માષ્ટમીના દિવસે જૂના લડ્ડુ ગોપાલની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ.
જન્માષ્ટમીના દિવસે જૂના લડ્ડુ ગોપાલને કોઈ જગ્યાએ મૂકી રાખવાની જગ્યાએ તેમને માટીમાં દબાવી શકો છો. જે બાદ તેના પર તુલસીનો છોડ વાવવો જોઈએ.
જો તમે ઘરમાં જૂના લડ્ડુ ગોપાલ રાખો છો, તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવનમાં એક પછી એક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી-દેવતાની મૂર્તિઓને ક્યારેય પણ સામાન્ય વસ્તુઓની જેમ તેનો ત્યાગ ના કરવો જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓનો અનાદર થાય છે.
જન્માષ્ટમીના દિવસે જૂના લડ્ડુ ગોપાલની વિદાય પૂજા કરવી જોઈએ અને તેમની ક્ષમા પાર્થના કરો, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે.