Janmashtami 2025: જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ વસ્તુઓ


By Sanket M Parekh16, Aug 2025 03:54 PMgujaratijagran.com

તુલસીના પાન

જન્માષ્ટમીના ખાસ અવસર પર પૂજા દરમિયાન લડ્ડુ ગોપાલને તુલસીના સ્વચ્છ પાન અર્પણ કરવા જોઈએ. તેનાથી જાતક પર લાડુ ગોપાલની કૃપા બની રહે છે.

માખણ-મિશ્રી

લડ્ડુ ગોપાલને માખણ-મિશ્રી ખૂબ જ પ્રિય છે. જન્માષ્ટમીના દિવસે તેમને માખણ-મિશ્રીનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ. તેનાથી ધન-ધાન્યની કમી રહેતી નથી.

મોર પીંછ

જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલની પૂજામાં મોર પીંછ અવશ્ય રાખવું જોઈએ. લાડુ ગોપાલને મોર પીંછ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. તેનાથી જીવનના તમામ દુઃખ દૂર થઈ શકે છે

વૈજયંતી માળા

જન્માષ્ટમીના દિવસે તમે લડ્ડુ ગોપાલને વૈજયંતી માળા અર્પણ કરી શકો છો. તેનાથી તમારા જીવનમાં આવતી ધનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

વાંસળી

વાંસળી કાન્હાને ખૂબ જ પ્રિય છે. આથી જન્માષ્ટમીના શુભ અવસર પર તેમને વાંસળી અવશ્ય અર્પણ કરવી જોઈએ. તેનાથી પરિવારના તમામ ક્લેશ દૂર થઈ શકે છે.

ગાયની મૂર્તિ

જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને ગાયની મૂર્તિ અર્પણ કરવી જોઈએ. લડ્ડુ ગોપાલને ગાય અત્યંત પ્રિય છે. આથી તેમને ગાયની મૂર્તિ અર્પણ કરવાથી તમારા જીવનમાં ખુશહાલીનું આગમન થશે.

ઝૂલો

જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને ઝૂલો અર્પણ કરવો જોઈએ. જેનાથી લડ્ડુ ગોપાલ ખૂબ જ પ્રસન્ન થશે. આમ કરવાથી તમારી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂરી થઈ શકે છે.

જન્માષ્ટમી પર 6 યોગોનો શુભ સંયોગ, આ રાશિઓને થશે આજે મોટો ફાયદો