જૂઠ્ઠુ બોલવું અને વાત છૂપાવવી બાળકોની બની શકે છે ખરાબ આદત, તેને દૂર કરવા અપનાવો


By Sanket M Parekh09, Sep 2023 04:23 PMgujaratijagran.com

વિશ્વાસ કેળવો

અનેક વખત બાળકો સીક્રેટ્સ અથવા કેટલીક વાતો એટલા માટે છૂપાવે છે, કારણ કે તેમને ડર લાગે છે કે, તેમની આ વાત સામે આવવાથી તમે તેને વઢશો અથવા મારશો. એવામાં તમારે હંમેશા આ વિશ્વાસ કેળવવો જોઈએ કે, તમે તેમની સાથે મિત્રની જેમ રહો.

સાચુ બોલવા પર વઢશો નહીં

બાળકોને બાળપણથી સાચુ બોલતા શીખવવું જોઈએ. જો બાળક ક્યારેક તમારી સામે જૂઠ્ઠુ બોલતું હોય, તો તેને સમજાવો કે આમ કરવું ખોટું છે. આ સાથે તમારે પણ સમજવું પડશે કે, આખરે બાળકને તમારી સમક્ષ જૂઠ્ઠુ કેમ બોલવું પડ્યું?

ઘરની વાત બહારના જણાવો

તમારા બાળકને બતાવો કે, આપણા ઘરની વાત કોઈની સાથે શેર ના કરે. બહારનો વ્યક્તિ ઘરના સીક્રેટનો ફાયદો ઉઠાવીને તેમને અથવા તેમની ફેમિલીને નુક્સાન પહોંચાડી શકે છે.

બાળકોને સીક્રેટ વિશે જણાવો

બાળકને અલગ-અલગ પ્રકારના સીક્રેટ્સ વિશે જણાવો. જેમ કેટલીક વાતો આપણે બીજાથી છૂપાવીએ છીએ કારણ કે, આપણે તેમને યોગ્ય સમયે જ જણાવવા માંગીએ છીએ. જેમ કે કોઈને સરપ્રાઈઝ આપવી અથવા કોઈ દુ:ખદ સમાચાર જણાવવા.

તમારા રફ વાળને સિલ્કી અને સાઈની બનાવશે આ ઘરગથ્થુ ઉપાય, એક વખત ટ્રાય કરી જુઓ