વાળને સિલ્કી બનાવવા માટે તમે દૂધ અને મધના કૉમ્બિનેશનને ટ્રાય કરી શકો છો. આ માટે દૂધમાં મધ મિક્સ કરીને વાળ પર લગાવીને છોડી દો. 10-15 મિનિટ બાદ વાળ ધોઈ નાંખો. આમ કરવાથી વાળ ચમકદાર અને સિલ્કી બને છે.
ઈંડા વાળ માટે અનેકરીતે ફાયદેમંદ હોય છે. આ માટે તમે ઈંડાની જરદી અને બદામની તેલ મિક્સ કરો. જેને વાળ પર લગાવવાથી વાળની ગંદકી ઓછી થવા સાથે વાળ સિલ્કી બને છે.
રફ વાળને ચમકદાર બનાવવા માટે તમે વાળને ધોયા બાદ તેમાં સીરમ લગાવી શકો છે. જેનાથી વાળમાં ભેજ જળવાઈ રહે છે. આ સાથે જ વાળમાં નેચરલી ચમક પણ આવે છે.
નારિયેળના તેલની સાથે-સાથે તેનું દૂધ પણ વાળ માટે ફાયદેમંદ હોય છે. જેમાંથી મળનાર હેલ્ધી ફેટ્સ વાળને મોઈશ્વુરાઈઝ કરીને રફ વાળને સિલ્કી બનાવવામાં મદદ કરે છે.
એલોવેરા લગાવવાથી વાળ અને સ્કેલ્પને પોષણ મળે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યાની સાથે-સાથે રફ વાળ અને ડ્રાયનેસમાંથી પણ છૂટકારો મળે છે. આ માટે તમે વાળમાં એલોવેરા જેલ લગાવી શકો છો.