ખરાબ લાઇફ સ્ટાઇલ અને સ્ક્રીન ટાઇમનો વધુ ઉપયોગના કારણે આંખોમાં દુખાવો થાય છે. આંખોમાં દુખાવાના કારણે રોજના કામમાં આપણે ખૂબ જ મુશ્કેલી અનુભવીએ છીએ. આ સરળ ઉપાય દ્વારા આંખોના દુખાવાથી છુટકારો મેળવો.
સતત મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી તમારી આંખોમાં શુષ્કતાની સમસ્યા આવી શકે છે. આંખોમાં દુખાવો થાય ત્યારે ગુલાબ જળન 1-2 ટીપા નાખી શકો છો.
ટી બેગની મદદથી પણ આંખોના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. આ માટે ટી બેગને ફ્રિજમાં ઠંડી થવા માટે રાખી મૂકો.ઠંડી થયા બાદ ટી બેગને તમારી આંખો પર મૂકો.
બટાકાના બે ટૂકડા કરીને તમારી આંખો પર મૂકો અથવા તેનો રસ કાઢીને 1-2 ટીપા તમારી આંખમાં નાખો. બટાકાની મદદથી આંખોના બળતરા અને દુખાવામાં રાહત મળશે.
આંખોના દુખાવાથી છુટકારો મેળવવા માટે તુલસીના પત્તા તમારા માટે ફાયદાકારક બની શકે છે. ચોખ્ખા પાણીમાં તુલસીના પત્તા 8થી 9 કલાક માટે પલાળીને રાખો, ત્યાર બાદ આ પાણીથી આંખોને સાફ કરો.
કાકડીની ઠંડી તાસીર તમારી આંખોના દુખાવામાં રાહત આપી શકે છે. આ માટે કાકડીના બે કટકા કરીને તમારી આંખો પર મૂકી રાખવાથી દુખાવો અને બળતરાની સમસ્યામાં ઘટાડો થશે.
ઐષધીય ગુણોથી ભરપૂર મધ તમારી આંખોનો દુખાવો ઘટાડી શકે છે. આ માટે ફક્ત મધનું એક ટીપું તમારી આંખોમાં નાખો. આ કરવા પર આંખમાં થોડા બળતરા થશે પરંતુ દુખાવાથી રાહત પણ મળશે.