સ્કિન પર લગાવો ચોખાનું પાણી, મળશે ઘણા ફાયદા


By Hariom Sharma06, Sep 2023 07:17 PMgujaratijagran.com

ચોખાના પાણીનો ઉપયોગ કરીને તમે ચહેરાને સ્વસ્થ રાખી શકો છો. જો તમારે નેચરલ ગ્લો વધારવો હોય તો ચહેરા પર ચોખાનું પાણી લગાવો.

ચોખાના પાણીના પોષકતત્ત્વ

- વિટામિન ઇ - વિટામિન બી - એન્ટિઓક્સિડેન્ટ્સ - ફેરુલિક એસિડ - સોડિયમ લોરિયલ સલ્ફેટ

સનબર્ન

તડકામાં વધુ સમય રહેવાથી તમને સનબર્નની સમસ્યા થઇ ગઇ છે તો ચોખાનું પાણી લગાવો. જો તમારે તડકામાં બહાર જવાનું થાય છે તો ચોખાનું પાણી લગાવી શકો છો, આનાથી ત્વચાને ઠંડક મળશે.

ચહેરા પરના ડાઘા

ચહેરાની સુંદરતા વધારવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં ચોખાને એક કલાક સુધી પલાળીને રાખો, ત્યાર બાદ આ પાણીથી ચહેરા ધોવો.

ડીપ ક્લિન કરો

ચહેરાની અશુદ્ધિઓ દૂર કરવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આનાથી ચહેરાને ડીપ ક્લિન કરવા માટે કોટનની મદદથી ચોખાના પાણીને લગાવો, સૂકાયા બાદ ચહેરાને ધોઇ લો.

પોર્સને ટાઇટ કરશે

ચહેરાના ખુલ્લા પોર્સને નાના કરવા માગો છો તો ચોખાનું પાણી લગાવો. પોષકતત્ત્વોથી ભરપૂર ચોખાનું પાણી રોમ છિંદ્રો નાના કરવામાં મદદ કરે છે. આ માટે ચહેરા પર ઠંડુ ચોખાનું પાણી લગાવો.

બળતરા અને ખંજવાળ

ચોખા ઉકાળ્યા બાદ તે પાણીને ચહેરા પર લગાવવાથી બળતરા અને ખંજવાળ દૂર થાય છે. વિટામિન ઇથી ભરપૂર ચોખાનું પાણી સ્કિનની બળતરામાંથી છુટકારો અપાવે છે.

દરરોજ નાળિયેર પાણી પીવો, આ જીવલેણ બીમારીથી બચી જશો