ગરમ તેલથી દાઝવા પર ઠંડા પાણીનો ઉપયોગ કરવો. જે ભાગ દાઝ્યો છે તેને તરત જ ઠંડા પાણીમાં મૂકી રાખો અથવા તો તે ભાગ ઉપર ઠંડુ પાણી નાંખો. આનાથી બળતરા ઓછી થાય છે.
દાઝી જવા પર એલોવેરાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. એલોવેરાના જેલમાં હિલિંગ ગુણ રહેલા હોય છે. આ કારણથી પ્રભાવીત ભાગ ઉપર એલોવેરા જેલ લગાવો.
ગરમ તેલમાં દાઝવાને કારણે ત્વચા પર બળતરા અને ફોલ્લા પડી શકે છે. આ કારણથી બરફ અથવા આઇસ પેકનો ઉપયોગ કરવો. આનાથી દુખાવો અને બળતરાથી છૂટકારો મળે છે.
ઠંડાં દૂધમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દાઝેલા ભાગ ઉપર લગાવો. હળદરમાં હિલિંગ ગુણ રહેલા હોય છે. આ કારણથી આ લેપના ઉપયોગથી દુખાવામાં રાહત મળે છે.
બટાકાનો ઉપયોગથી ગરમ તેલથી દાજી જવાથી રાહત મળી શકે છે. આ માટે બટાકાનો તાજો રસ બળેલા ભાગ ઉપર લગાવો. આ ઉપયોગથી ત્વચાને ઠંડક અને દુખાવામાં રાહત મળશે.
દાઝેલી ત્વચા અને દુખાવાથી રાહત મેળવવા માટે તુલસીનો રસ લગાવો. આ માટે તુલસીના પત્તાને ધોઇને ક્રશ કરી લો. ત્યાર બાદ દાઝેલા ભાગ ઉપર લગાવો.