વાળ માટે આ 5 રીતે ફાયદાકારક છે જાસુદનું ફૂલ


By hariom sharma02, Mar 2023 05:09 PMgujaratijagran.com

જાસુદનું ફૂલ સ્વાસ્થ્યની બીજી સમસ્યાઓની સાથે વાળ માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે.

જાસુદના ફૂલના પોષકતત્ત્વો

- કાર્બોહાઇડ્રેટ્સ - મેગ્નેશિયમ - કેલ્શિયમ - વિટામિન સી - એન્ટિઓક્સિડેન્ટ

વાળના ગ્રોથમાં મદદગાર

જાસુદનું ફૂલ વાળના ગ્રોથમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં એમીનો એસિડની સાથે વિટામિન્સ પણ રહેલા છે, જે વાળના પોષણ આપવાની સાથે વાળના ગ્રોથમાં મદદ કરે છે.

વાળની મજબૂતી

આમાં ફ્લેવેનોઇડ્સની સાથે એમીનો એસિડ હોય છે, જે સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશને વધારી વાળને મજબૂત અને ભરાવદાર બનાવે છે.

ડેન્ડ્રફથી રાહત

ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે જાસુદના ફૂલનો ઉપયોગ કરી શકો છો. આ ફૂલને હીના પાવડરની સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આને લગાવવાથી ડેન્ડ્રફથી રાહત મળે છે.

સફેદ વાળથી બચાવશે

જાસુદનું ફૂલ વાળને નેચરલ કલર આપવામાં મદદ કેર છે. આના ઉપયોગથી મેલેનિનનો ઉપયોગ વધી શકે છે, જેનાથી વાળનો પ્રાકૃત કલર અકબંધ રહે છે.

વાળને ચમકદાર અને ભરાવદાર બનાવશેા

જાસુદનું ફૂલ વાળને ભરાવદાર અને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે. આ માટે આની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવી, આનાથી વાળમાં પ્રાકૃતિક રૂપથી ચમક આવે છે.

પેઢાના સોજા દૂર કરવાનાં ઘરેલું ઉપાય