પેઢાના સોજા દૂર કરવાનાં ઘરેલું ઉપાય


By hariom sharma01, Mar 2023 05:24 PMgujaratijagran.com

પેઢામાં સોજા

પેઢાના સોજાથી ઘણાં લોકો મુશ્કેલી અનુભવે છે. આ કારણથી ખૂબ જ દુખાવો થાય છે અને ક્યારેક તો પેઢાના સોજામાંથી લોહી પણ નીકળે છે.

લવિંગનું તેલ

લવિંગના તેલમાં રહેલું એન્ટિબેક્ટેરિયલ ગુણ પેઢાના સોજા દૂર કરે છે.

મીઠું

મીઠું અને ગરમ પાણીના કોગળા કરવાથી પણ પેઢાના સોજામાં રાહત મળે છે.

આદું

આદુંને ક્રશ કરી લો તેમાં એક ચપટી મીઠું મિક્સ કરો.આ મિશ્રણને 10 મિનિટ માટે દાંતની વચ્ચે દબાવીને રાખો. પછી ગરમ પાણીથી કોગળા કરી લો.

લીંબુનો રસ

એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો, હવે આ પાણીથી કોગળા કરો. મોંઢાના ઇન્ફેક્શન અને સોજામાં રાહત મળશે.

હળદર

અડધી ચમચી હળદર, થોડું સરસવ તેલ અને ચપટી મીઠું લઇને થીક પેસ્ટ બનાવો. આ પેસ્ટને 10થી 15 મિનિટ લગાવીને રાખો, ત્યારબાદ પાણીથી કોગળા કરો.

ગરમીમાં સત્તુના સેવનના 6 ચમત્કારી ફાયદા