ગરમીની સીઝન આવી ગઇ, અત્યારથી જ લોકો ગરમીથી પરેશાન થવા લાગ્યા છે.
આ સીઝનમાં આપણે ખાવામાં ખૂબ જ કાળજી રાખવી જોઇએ જેથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.
આ ગરમીની સીઝનમાં અમે તમને સત્તુ ખાવાના ચમત્કારી ફાયદા વિશે બતાવીશું.
ગરમીની સીઝનમાં લૂથી બચવા સત્તુનું સેવન કરવું. આનાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.
સત્તુનું સેવન પેટને લગતી સમસ્યા અને પાચનમાં ખૂબ જ ગુણકારી છે. આની તાસીર ઠંડી હોવાથી આ અપચો, બળતરા અને ગેસની સમસ્યા થતી નથી.
ડાયાબિટીસના દર્દીઓ માટે સત્તુ રામબાણ છે. સત્તુમાં તમે ખાંડની જગ્યાએ મીઠું મિક્સ કરીને પી શકો છો.
સત્તુમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. જેના કારણે મોડા સુધી ભૂખ લાગતી નથી, અને વજનમાં ઘટાડો કરે છે.
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયાની પ્રોબ્લેમ રહે છે તે લોકો માટે સત્તુ ફાયદાકારક હોય છે.