લૂ લાગે ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે,જાણે તાવ,કળતર અને બેચેની હોય તેમ લાગે છે.લૂ થી બચવા માટે દરેક વ્યક્તિએ ઘરની બહાર નીકળતી વખતે આ સાવચેતી રાખવી જોઈએ.
લૂ થી બચવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં વરિયાળી પલાળીને બીજા દિવસે સવારે પીવાથી લૂ થી રાહત મળે છે.
ગરમ પાણીથી નહાવાથી લૂ લાગવાથી શરીરમાં થતો દુખાવો અને તાપમાન પણ ઓછું થાય છે.તેથી તમે પાણીની એક ડોલ આખો દિવસ તડકા રાખો અને સાંજ આ પાણીથી સ્નાન કરો.
લૂ થી બચવા માટેનો સરળ અને ઝડપી ઉપાય શોધી રહ્યા હોવ તો, તમે ધાણા અને ફુદીનાનો રસનું મિશ્રણ પીવાથી લૂ લાગે ત્યારે ઝડપથી રાહત મળે છે.
ડુંગળીનો રસ લૂ થી બચવા માટે રામબાણ ગણાય છે.તેથી ઉનાળામાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. લૂ લાગે ત્યારે ડુંગળીનો રસ હાથમાં કાઢીને પગના તળિયા અને કાનની પાછળ લગાવવાથી શરીરનું તાપમાન ઘટે છે.
જો કોઈ વ્યક્તિને લૂ લાગે તો તેના આખા શરીરને ભીના કપડાથી સાફ કરો.પછી તેને નોર્મલ પાણી પીવા માટે આપવું,થોડી વાર માથા પર ભીનો ટુવાલ રાખો જેથી મગજ ઠંડુ પડે.શરીરનું તાપમાન કંટ્રોલ થાય પછી નવશેકા પાણીથી સ્નાન કરો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.