જો નવરાત્રિમાં વ્રત કરતા હોવ તો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ઉપવાસ દરમિયાન શરીરમાં પાણીની ઉણપ થતી હોય છે, તેથી શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉપવાસ દરમિયાન સફરજન ખાઓ. તે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ છે.
નારિયેળ પાણીમાં રહેલા પોષક તત્વો શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ છે. આ પાણી પીવાથી શરીરમાં એનર્જી પણ જળવાઈ રહે છે.
ઉપવાસ દરમિયાન નારંગી, લીંબુ, અનાનસ, કીવી, જામફળ વગેરે ફળો ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે.
કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે, તેતી તેના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે.
ફળ ખાવા સિવાય તમે તેના જ્યુસનું સેવન પણ કરી શકો છો. આનાથી શરીરને જરૂરી વિટામિન્સ પણ મળે છે અને શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે.
કેળા અને ખજૂર બંને ફાઈબર, સુગર અને આયર્નથી ભરપૂર હોય છે. આ મિલ્ક શેક તમે ઉપવાસ દરમિયાન પીવાથી તમે લાંબા સમય સુધી હાઇડ્રેટ રહી શકો છો.
આ સિવાય તમારી દિનચર્યામાં પાણીનું પ્રમાણ વધારવું, લીંબુ પાણી પીવું અને તમારા આહારમાં છાશ, દહીં વગેરેનો સમાવેશ કરો.
જીનશૈલી અને આરોગ્ય સંબંધિત સંબંધિત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.