મોટાભાગના ઘરોની રસોઈમાં મગફળીના તેલનો ઉપયોગ થાય છે. પરંતુ તમે માર્કેટમાં મળતા નકલી સીંગતેલની સરળતાથી ઓળખી શકો છો.
એક નાના બાઉલમાં થોડું મગફળીનું તેલ લો અને તેને ફ્રીજમાં રાખો. થોડા કલાકો પછી ચેક કરો, જો તેલ જામી જાય કે તેના પર સફેદ પડ બને તો તે શુદ્ધ મગફળીનું તેલ છે, કારણ કે, ભેળસેળયુક્ત તેલ જામતું નથી.
જો કાગળ પર ઘસવાથી પીળા રંગના ડાઘ દેખાય તો તે શુદ્ધ સીંગદાણાનું તેલ છે. જો ડાઘ પારદર્શક દેખાય તો તે ભેળસેળયુક્ત હોય શકે છે.
એક નાની કઢાઈમાં થોડું મગફળીનું તેલ ગરમ કરો. જો તેલ ધીમે ધીમે બળવા લાગે અને થોડો ધુમાડા નિકળે છે, તો તે શુદ્ધ તેલ છે. જો તેલ ઝડપથી બળી જાય અને ધુમાડાના ગોટા નીકળે તો તે ભેળસેળ વાળું હોય શકે છે.
શુદ્ધ મગફળીના તેલની સુગંધ અને સ્વાદ અલગ જ હોય છે. જો તેલની ગંધ કે સ્વાદ વિચિત્ર લાગે તો તે કદાચ ભેળસેળયુક્ત હોય શકે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.