Belly Fat: પેટની ચરબી ઘટાડવા માટે 5 કસરત


By Vanraj Dabhi01, Oct 2024 04:21 PMgujaratijagran.com

પેટની ચરબી

ઘરમાં સતત એક જ જગ્યાએ સ્થિર બેસી રહેવાથી પેટની ચરબીનું પ્રમાણ વધે છે. ત્યારે ચોમાસામાં ઘરની બહાર વર્કઆઉટ કરવું ખૂબ જ મુશ્કેલ છે.

ચરબી ઘટાડવાની કસરત

કેટલીક કસરત દ્વાવા તમે પેટની ચરબી ઘટાડી શકો છો, આજે અમે તમને પેટની ચરબી ઉતારવા માટેની કસરતો વિશે જાણાવીશું.

નૌકાસન

નૌકાસન યોગ આસનમાં તમારું શરીર હોડીના આકારનું બની જાય છે. જે પેટની ચરબી ઘટાડવા માટે આ એક શ્રેષ્ઠ આસન છે.

ભુજંગાસન

ભુજંગાસનને કોબ્રા સ્ટ્રેચ પણ કહેવામાં આવે છે. તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

કુંભકાસન

કુંભકાસન અથવા પ્લેન્ક પોઝ કરવાથી પેટની ચરબીને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. તેથી રોજ પ્રેક્ટિસ કરવાથી પીઠની સમસ્યા ઓછી અને પેટના સ્નાયુઓનો વિકાસ થાય છે.

ઉસ્ત્રાસન

ઉસ્ત્રાસનમાં વ્યક્તિ ઊંટ જેવી મુદ્રામાં રાખવાથી પીઠનો દુખાવો અને પેટની ચરબી ઘટાડવાની સાથે તે પીઠના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે.

ધનુરાસન

ધનુરાસન એ ધનુષના આકાર છે જે પેટના સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. તે ચિંતા અને તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વધારે પાણી પીવાના ગેરફાયદા