જ્યાં અભ્યાસ કરી રહ્યા છો તે જગ્યા એકદમ શાંત અને સ્વચ્છ રાખો, જેથી કરીને તમારી આસપાસનું વાતાવરણ સારું અને ખૂશનુમા રહે
અભ્યાસમાં એકાગ્રતા કેળવવા માટે રમતગમત, કસરત, યોગ વગેરે કરવા જોઈએ. આ તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારે છે.
તમારે દરરોજ 7 કલાકથી વધુની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, જેથી તમારુ મગજ સ્વસ્થ અને એક્ટીવ રહે અને તેની કાર્યક્ષમતા વધે.
અભ્યાસ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમે જે વાંચી રહ્યા છો તે તમારા ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે, સાથે તે તમારો માનસિક અને સર્વોગી વિકાસ માટે પણ જરુરી છે
તમારા પાઠને રટ્ટો મારવાનો પ્રયત્ન ન કરશો પણ તેને સમજવાનો પ્રયત્ન કરો, વસ્તુઓને યાદ રાખવાથી માત્ર એકાગ્રતામાં ઘટાડો થાય છે
અભ્યાસ કરતી વખતે એક કલાકના બ્રેક લો અને કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાઓ. તેનાથી તમારું મન તાજું રહેશે અને તમારુ અભ્યાસમાં મન લાગેલું રહેશે