લગ્ન હોય કે કોઈ તહેવાર, મહેંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના આ શુભ દિવસોમાં તમે તમારા હાથ પર મહેંદી પણ લગાવી શકો છો.
ભાગ્યે જ કોઈ સ્ત્રી કે છોકરી હશે જેને મહેંદી લગાવવી પસંદ ન હોય. આ સ્ટોરીમાં આપણે કેટલીક સુંદર મહેંદી ડીઝાઈન જોઈશું જેને તમે નવરાત્રિના આ શુભ દિવસે લગાવી શકો છો
હથેળીના કિનારે વેલાની ડિઝાઇન સરસ લાગે છે. આ ડિઝાઇન હાથની સુંદરતામાં વધારો કરે છે.
જો તમને એકદમ સિમ્પલ અને મિનિમલ મહેંદી ડિઝાઈન બનાવવી હોય તો આ પ્રકારની ડિઝાઈન બેસ્ટ રહેશે.
તમે હથેળીઓ પર વેલાની ડિઝાઇન પણ બનાવી શકો છો અને બાજુઓ ખાલી રાખી શકો છો, તે ખૂબ જ સુંદર લાગશે
તમે તમારા હાથ પર મા દુર્ગાની મૂર્તિ ડિઝાઇન પણ કરી શકો છો.
અરબી મહેંદીની ડિઝાઇન ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મોટા ફૂલોવાળી આ ડિઝાઇન ખૂબ જ સુંદર છે.
ફ્લાવર મહેંદીની ડિઝાઇન હાથ પર ખૂબ જ સુંદર લાગે છે અને તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી.