વજન કંટ્રોલમાં રાખવા માટે પાણીમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ


By Smith Taral14, Apr 2024 02:44 PMgujaratijagran.com

વજન વધવાની સમસ્યા

અનિયમીત જીવનશૈલી અને ખરાબ આદતોને કારણે સ્થૂળતાની સમસ્યા ઉભી થાય છે, અને અન્ય સ્વાસ્થ્યને લગતી બીમારીઓને બળ મળે છે, માટે આને નિવારવા માટે જરુરી પગલા લેવા જરુરી બને છે

યોગ્ય ખોરાક

વજન ઘટાડવા માટે માર્કેટમા વિવધ પકારની વસ્તુઓ અને દવાઓ ઉપલ્બ્ધ છે, જોકે તે તમારા માટે નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે. આની માટે તમે પાણીમાં પલાળેલી આ કેટલીક વસ્તુઓ ખાઈ શકો છો જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે

પલાળેલી મગફળી

રાત્રે સૂતા પહેલા મગફળીને પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ ખાલી પેટ તેનું સેવન કરો

પાણીમાં પલાળેલા અખરોટ

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર પલાળેલા અખરોટનુું સેવન કરવાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

અંજીર

2-3 અંજીરને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો. આ પણ તમારા શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરશે.

સુકી દ્રાક્ષ

કિસમિસ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આ ઉપરાંત, તે ચયાપચયને મજબૂત બનાવે છે

બદામ

બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળશે

કાનની અંદરનો મેલ કાઢવા અજમાવો આ ઘરેલું ઉપાય,મેલ જાતે જ નીકળી જશે