કાનની અંદરનો મેલ કાઢવા અજમાવો આ ઘરેલું ઉપાય,મેલ જાતે જ નીકળી જશે


By Vanraj Dabhi14, Apr 2024 02:32 PMgujaratijagran.com

કાનની અંદર સફાઈ

કાનનો મેલ સામાન્ય રીતે કોઈ સમસ્યા નથી પરંતુ જો તે અંદર જામી જવાથી કાનમાં દુખાવો કે સાંભળવામાં તકલીફ પડી શકે છે.

કાન સાફ કરવાની રીતો

કાનનો મેલ સાફ કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો.જે તમારા કારનનો મેલ સરળતાથી સાફ કરે છે.

કાનનો મેલ રક્ષણ કરે છે?

તમને પણ પ્રશ્ન થશે કે શું કાનનો મેલ વાસ્તવમાં કાનનું રક્ષણ કરે છે.સામાન્ય રીતે તે સુક્ષ્મજીવોને કાનમાં પ્રવેશતા અટકાવે છે.

આ વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં

કાન સાફ કરવા માટે લોકો માચીસની સળી,કપાસના સ્વેબ કે કાનની મીણબત્તીઓનો ઉપયોગ કરે છે. આ વસ્તુઓ તમારા કાનને નુકસાન પહોંચાડી શકે છે.

હૂંફાળું પાણી

આને વોટર ફ્લશિંગ પણ કહેવાય છે.તમે માથું એક તરફ નમાવી ઉપરના કાનમાં નવશેકું પાણી રેડો મેલ પોચો થઈને બહાર આવશે.

કાન સાફ કરવાનું તેલ

નાળિયેરનું તેલ ઓલિવ ઓઈલ વગેરે થોડું હૂંફાળું કરીને તેને માથું એક તરફ નમાવીને કાનમાં હૂંફાળું તેલના ટીપા નાખો અને માથાને આ રીતે 5 મિનિટ રાખ્યા પછી તમારા માથાને ફેરવો આ રીતે બીજા કાનમાં પણ કરો.

બેકિંગ સોડા

અડધી ચમચી બેકિંગ સોડા હૂંફાળા પાણીમાં ઓગાળીને માથાને એક તરફ નમાવીને ઉપરના કાનમાં 5થી10 ટીપાં નાખીને 1 કલાક સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.

હાઇડ્રોજન પેરોક્સાઇડ

માથું એક તરફ નમાવીને કાનમાં હાઇડ્રોજન પેરોક્સાઇડના 5થી10 ટીપાં નાખીને 5 મિનિટ સુધી રહેવા દો.પરંતુ ડૉક્ટરની સલાહ લીધા પછી ઉપયોગ કરવો કારણ કે આનાથી બેક્ટેરિયા વધી શકે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

5 અલગ અલગ મરચાના અથાણાંની રેસિપિ જાણી લો