અથાણું ભારતમાં ખાવામાં આવતો લોકપ્રીય ખોરાક છે. જમવા સાથે આને પીરસવામાં આવે છે, આનો ચટપટો, ખાટો, તીખો ટેસ્ટ તેને સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્ટોરીમાં આપણે મરચાંના અથાણાંની કેટલીક રેસિપી જોઈશું
આ એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે, સાદા લીલા મરચાંમાં મીઠું, હળદર પાવડર અને સરસવના દાણા, તેલ ઉમેરીને તેનો સ્વાદિષ્ટ અથાણું બનાવી શકાય છે.
સ્ટફ્ડ લીલા મરચાંનું અથાણમાં હળદર, સરસવના દાણા, વરિયાળી, હિંગ, મેથીના દાણા અને ડુંગળી અને વિવિધ મસાલાન સાથે મીક્સ કરીને બનાવવામાં આવે છે.
લીલાં મરચાં બનારસીને લોકો કચોરી અને પુરી આલુ સાથે ખાવાનુ પસંદ કરે છે. આખા મરચાં (લાલ કે લીલા) લો અને તેમાં સરસવ, મેથીના દાણા, હળદર, આમચૂર પાવડર, વરિયાળી અને હિંગ જેવા મસાલાના મિશ્રણથી ભરો.
લીલા મરચામાં થોડો ગોળ, તલનું તેલ, સરકો અને મસાલા જેવા કે જીરું પાવડર, ગરમ મસાલો, લાલ મરચાં, સૂકા ધાણા અને હળદર સાથે મીક્સ કરી તેમાં તેલ તેલ રેડી તેને 3-4 દિવસ માટે રાખવામાં આવે છે.