ઘણીવાર નખની આસપાસની સ્કિન ઉખડી જાય છે. જેને ક્યૂટિકલ્સ પણ કહેવામાં આવે છે. શિયાળામાં આ સમસ્યા વધુ થાય છે.
નખની આસપાસની સ્કિન અથવા ચામડી પર મધનો ઉપયોગ કરવો તેનાથી આ સમસ્યામાં ઘણી રાહત મળે છે. આ માટે મધને પ્રભાવિત ભાગ પર છોડી દેવી.
હાથ પર ઠંડું પાણી પડવાથી આ સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિ થાય તો ગરમ પાણીમાં હાથ નાંખી 5 મિનિટ સુધી બેસવું. તેનાથી ઘણી રાહત મળશે.
એલોવેરા સ્કિન ફાટવા અથવા પછી ડ્રાયનેસ જેવી સમસ્યામાં ખૂબ જ પ્રભાવી હોય છે. નખની આસપાસની સ્કિન સ્કીન નીકળવાને લીધે નિયમિત રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરવો. તેનાથી ચામડી ઉખડવાની સમસ્યા ઓછી થશે.
આવી સમસ્યા ઘણીવાર પોષક તત્વોની ઉપણને લીધે થાય છે. એટલે હંમેશા હેલ્થી ડાયટ લેવું તેનાથી નખ મજબૂત થવાની સાથે સ્કીન પણ ત્વચા પણ હેલ્થી રહે છે.
નાખની આસપાસની સ્કિન ઉખાડવા અથવા કાઢવા માટે ઓલિવ ઓઇલથી નખની માલિશ કરવી. આવું કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. જેથી આ સમસ્યામાં ખૂબ જ આરામ મળે છે.
શરીરમાં પાણીની ઉણપ હોવાથી આ સમસ્યાનું કારણ બની શકે છે. આ માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જેથી શરીર સાથે ત્વચા પણ નરમ રહે અને આ સમસ્યાથી બચી શકાય.