પગના દુખાવાથી છૂટકારો કેવી રીતે મેળવવો?


By Kishan Prajapati04, Mar 2023 06:57 PMgujaratijagran.com

દુખાવામાંથી છુટકારો

પગમાં દુખાવો થવો નોર્મલ છે. પણ, ઘણીવાર આ દુખાવો સહન કરવો મુશ્કેલ હોય છે. એટલે પગના દુખાવામાંથી છૂટકારો મેળવવાની રીત અમે તમને જણાવીએ.

શેક કરવો

પગમાં દુખાવો થાય ત્યારે શેક કરવો. આ માટે હીટિંગ પેડનો ઉપયોગ કરી શકય છે. તો કાંચની બોટલમાં ગરમ પાણી ભરીને પગનો શેક કરી શકાય છે. તેનાથી તમને આરામ મળી શકે છે.

ગરમ પાણીમાં પગ પલાળવા

હૂંફાળા પાણીમાં મીઠં અને ફટકડી નાંખવી. આ પછી તેમાં પગ ડૂબાડવા. આવું કરવાથી પગમાં બ્લડ સર્કુલેશન વધી જાય છે. આ દુખાવાથી તમે રાહત મેળવી શકો છો.

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગરના સેવનથી પગના દુખાવામાંથી રાહ મળી શકે છે. એપ્પલ સાઇડર વિનેગરને હૂંફાળા પાણીમાં મિક્ષ કરીને સ્નાન પણ કરી શકાય છે. તેનાથી પગના દુખાવામાં આરામ મળે છે.

માલિશ

દુખાવામાં માલિશ કરવાથી છૂટકારો મળે છે. આ માટે ઓઇલને થોડુક ગરમ કરીને પગ પર લગાવવું. આ પછી 5-10 મિનિટ માટે પગમાં માલિશ કરવું. તેનાથી દુખાવામાં રાહત મળી શકે છે.

સ્ટ્રેચિંગ

આખો દિવસ ઓફિસમાં બેસીને તમને પગ દુખી શકે છે. આ માટે પગને સ્ટ્રેચ કરવા. તેનાથી બ્લડ સર્કુલેશનમાંથી સુધારો કરી શકાય છે અને તેમાં રાહત મળી શકે છે.

કોલ્ડ કમ્પ્રેસ

પગનો દુખાવો અને સોજામાંથી રાહત મેળવવા માટે ઠંડો શેર કરવો. આ માટે ઠંડા પાણીમાં ટોવલ પલાળીને દુખાવો થાય ત્યાં શેક કરવો. તો આ આઇસ પેક્સની મદદથી પગના દુખાવામાં છૂટકારો મેળવી શકો છો.

ટમેટા અને ખાંડનું ફેસ પેક લગાવવાના ફાયદા