કામ કરતાં સમયે સોંગ સાંભળવાથી કામનું પ્રેશર ઘટાડી શકો છો. આનાથી મૂડને રિલેક્સ કરવામાં મદદ મળે છે. એટલા માટે જ કામ કરતાં કરતાં સોંગ સાંભળો, તેનાથી ખુશી મળશે.
જો કામ કરવામાં મન ના લાગે તો થોડો સમય કાઢીને ડેસ્કને સજાવો. એવામાં ડેસ્કને સાફ કરીને પણ મૂડને ડાયવર્ટ કરી શકો છો. આમ કરવાથી સ્ટ્રેસથી પણ બચી શકાય છે.
સતત કામ કરવું એ તમારી આંખ અને મેન્ટલ હેલ્થ માટે સારું નથી. કામ કરતાં સમયે વચ્ચે 5-10 મિનિટનો બ્રેક લો અને ઘાસ પર ખુલ્લા પગે ચાલો. ઘાસ ના હોય તો બાલકનીમાં હવાનો આનંદ લો.
જો તમે કોઇ વાતથી પરેશાન છો તો શેર જરૂર કરો. મનમાં વાત રાખવાથી મેન્ટલ હેલ્થ પર તેની અસર થાય છે. આ કારણે જ ફ્રેન્ડ્સ, કલીગ્સ અથવા તો રિલેટિવ્સને વાત શેર કરો.
કામનું સ્ટ્રેસ વધી જવા પર અથવા મન ઉદાસ હોય તો તમારું ફેવરિટ ફૂડ ખાવ. આનાથી હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે. ખુશ રહેવા માટે તમારા મનગમતા ફૂડનું સેવન કરો.
ખુશ અને તંદુરસ્ત રહેવા માટે પોઝિટિવ રહેવું જરૂરી છે. સકારાત્મક વિચાર તમારા મેન્ટલ હેલ્થ માટે ફાયદાકારક હોય છે. આનાથી મગજને શાંત અને ખુશ રાખી શકાય છો.