જડીબુટ્ટીથી ભરેલી પોટલીને શરીર પર માલીશ કરવી એને જ પોટલી મસાજ કહેવાય છે. આમાં શરીર ઉપર ગરમ પોટલી રાખીને માલીશ કરવામાં આવે છે. આનાથી શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે.
સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે પોટલી મસાજ કરો.આમાં જડીબુટ્ટીઓની ગરમી શરીરમાં પહોંચે છે અને દુખાવાથી છુટકારો મળે છે. આ કારણથી જ પોટલી મસાજ કરો.
પોટલી મસાજથી સ્કિનને ઘણો ફાયદો મળે છે. પોટલી મસાજ કરવાથી ચહેરા પર નેચરલ ગ્લો લાવી શકાય છે. આ મસાજમાં એન્ટિ એજિંગ સ્કિન માટે ફાયદાકારક છે.
ઘણી વખત પડી જવાથી અથવા તો હાઇ હીલ્સ પહેરવાથી પગની એડી મચકોડાઇ જાય છે. જેના કારણ ખૂબ જ દુખાવો થાય છે. એવામાં પોટલી મસાજની મદદથી એડીના દુખાવામાં રાહત મળી શકે છે.
પોટલી મસાજ કરવો સરળ છે. આનાથી શરીરને જડીબુટ્ટીઓનું પોષણ મળે છે. પોટલી મસાજ કરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશન એટલે રક્ત સંચારનો વધારો કરી શકાય છે.
ઓફિસનું કામ હોય કે ઘરનું થાક તો અનુભવાય જ છે. પોતાના માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. એવામાં શરીરને રિલેક્સ અને મૂડને રિફ્રેશ કરવા માટે પોટલી મસાજ કરી શકો છો.