By Hariom Sharma2023-04-29, 20:34 ISTgujaratijagran.com
તડકાથી બચવું
હીટ વેવથી બચવા માગો છો તો તડકામાં બહાર જવાનું ટાળો. છતાં પણ જો બહાર જવું પડે તો ટોપી, સ્કાર્ફ અથવા છતરીનો ઉપયોગ કરી શકો છો.
કોટન કપડા
ગરમીથી બચવા માટે કોટનના કપડા એક સારો વિકલ્પ છે. આ માટે ખૂલતા અને હળવા રંગના કોટન કપડા પહેરીને બહાર નીકળવું સ્વાસ્થ્ય માટે યોગ્ય રહેશે.
શું ખાવું?
ગરમીમાં વધ મસાલેદાર, ઓઇલી અને ઝંક ફૂડનું સેવન કરવાથી બચો, આ ડાયરિયાનું કારણ બની શકે છે. ગરમીમાં તરબૂચ, કાકડી, ફુદીનો, ડુંગળી જેવા ફૂડનું સેવન વધુ કરો.
વધુ કેફીનથી બચો
શરીરમાં કેફીનની માત્રા વધવા પર ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે. આની સાથે ગરમીમાં હાઇ પ્રોટીન ડાયેટના સેવનથી પણ બચો. ગરમીમાં તાજું અને હળવો ખોરાક લો.
હાઇડ્રેટેડ રહો
શરીરમાં પાણીની ઉણપના કારણે ગરમીમાં ડિહાઇડ્રેટ થઇ શકે છે, જેના કારણે ચક્કર પણ આવી શકે છે. આ માટે ઠંડા તાસીરવાળા ફૂડ્સ જેમ કે મિન્ટ વોટર, છાશ, લીંબુ પાણી પીવો.