- પ્રોટીન - આયર્ન - કેલ્શિયમ - પોટેશિયમ - વિટામિન ઇ - રાઇબોફ્લેવિન
પોષકતત્ત્વોથી ભરપૂર બદામ મહિલાઓની શારીરિક કમજોરી પણ દૂર કરી શકે છે. આ માટે બદામને પલાળીને તેની છાલ કાઢીનું તેનું સેવન કરવું.
કેલ્શિયમથી ભરપૂર બદામ હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. તમારા ડાયેટામાં બદામને જરૂર સામેલ કરો, જે બોન્સ હેલ્થ માટે ફાયદાકારક છે.
ઘણી મહિલાઓને ડિલીવરી બાદ બ્રેસ્ટ મિલ્ક પર્યાપ્ત માત્રામાં બનતું નથી, પોષકતત્ત્વોથી ભરપૂર બદામનો પાવડર દૂધની સાથે સેવન કરવાથી આ સમસ્યામાં દૂર કરી શકાય છે.
બદામનું સેવન સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન ઇથી ભરપૂર બદામનું સેવન અથવા પેસ્ટ ચહેરા પર લગાવાથી કરચલીઓ જેવી સ્કિનની સમસ્યા દૂર થાય છે.
વાળને હેલ્ધી રાખવા માગો છો તો તમારા ડાયેટમાં બદામનો સમાવેશ કરો. ઝિંક અને વિટામિન ઇ જેવા પોષકત્ત્વોથી ભરપૂર બદામ વાળને પોષણ આપવાની સાથે હેર ફોલ રોકવામાં પણ મદદ કરે છે.