Sore Throat Remedies: ગળામાં કાકડા થાય તો શું કરવું? જાણો ઘરેલું ઉપાય


By Vanraj Dabhi27, Jan 2025 10:37 AMgujaratijagran.com

ગળામાં કાકડા

શિયાળામાં ઘણા લોકોને ગળામાં કાકડાથવાની સમસ્યા રહેતી હોય છે.

કાકડા એટલે શું?

કાકડા એ ગળાનો એક અસહ્ય દુખાવો છે, ગળામાં દુખાવો, ગળામાં ખૂચવું, ખાવા પીવામાં તકલીફ વગેરે સમસ્યા થાય છે.

ઘરેલું ઉપાય

શું તમને પણ ગળામાં કાકડા થાય છે, તો આજે અમે તમને કેટલાક પ્રયોગ જણાવીશું જે તમને રાહત આપશે.

પ્રયોગ-1

એક ગ્લાસમાં થોડુંક સાધારણ ગરમ પાણી અને થોડું મીઠું નાખી ઓગળી લો.

આ રીતે ઉપયોગ કરો

હવે મીઠાં વાળા પાણીથી કોગળા કરવાંથી દુખાવો હળવો થાય છે.

પ્રયોગ-2

થોડીક હળદર અને થોડુંક મધ લઈને તેને બરાબર મિક્ષ કરી લેપ તૈયાર કરી લો.

ઉપયોગ કરવાની રીત

હવે કાકડા પર મધ અને હળદરનો લેપ લાગવાથી કાકડા બેસી જાય છે.

કેવી રીતે કરવું?

દિવસ દરમિયાન આ પ્રયોગ 2 થી 3 વખત કરવાથી ગાળાના કાકડા બેસી જાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makai Side Effects: આ લોકોએ ભૂલથી પણ શિયાળામાં મકાઈ ન ખાવી જોઈએ, જાણો કેમ