ત્વચાની કાળજી લેવા માટે યોગ્ય સ્કીન કેર રૂટીન ફોલો કરવું જરૂરી છે. ત્વચાની સારી સંભાળ લેવા માટે રાત્રે આ વસ્તુઓ ચહેરા પર લગાવવાથી તે સ્વસ્થ અને ચમકદાર રહે છે
દિવસભરના થાક અને કામ કર્યા પછી, રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. આ માટે તમે ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો.
રાત્રે સૂતા પહેલા ચહેરો ધોયા બાદ મોઈશ્ચરાઈઝર લગાવી શકાય છે. આનાથી ત્વચા હાઇડ્રેટ રહે છે અને ડ્રાય સ્કિનની સમસ્યા રહેતી નથી.
રાત્રે તમારા ચહેરા પર કાચું દૂધ લગાવીને માલિશ કરવાથી ડેડ સ્કિન સરળતાથી દૂર થઈ જાય છે. અને ત્વચામાં ગ્લો આવે છે
એલોવેરા જેલ ચહેરાની ત્વચા માટે ઉત્તમ છે. રાત્રે સૂતા પહેલા તેને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે.
જો તમે ઘરે બનાવેલા ફેસ પેકને સૂતા પહેલા ચહેરા પર લગાવો છો તો તે ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે ગુલાબજળ, ચંદન, હળદર વગેરેનો ઉપયોગ કરી શકાય છે
ચહેરાની ત્વચાને કોમળ અને ચમકદાર રાખવા માટે તમે રાત્રે ગુલાબજળનો ઉપયોગ ટોનર તરીકે કરી શકો છો. આને ત્વચા પર લગાવો અને સૂઈ જાઓ.
રાત્રે સૂતા પહેલા થોડો સમય નારિયેળ તેલથી માલિશ કરો. આ પછી ચહેરો પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાને ઘણો ફાયદો મળી શકે છે. તે પિમ્પલ્સને દૂર રાખે છે.