વિટામિન-D માટે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ હય છે. આ સમયે UVB કિરણો તીવ્ર હોય છે. એવું મનાય છે કે, આ સમયે શરીર સરળતાથી વિટામિન-D બનાવવામાં મદદ કરે છે.
વિટામિન-D સ્કિનમાં કોલેસ્ટ્રોલથી બને છે. એવામાં તમારે ખભા, પગ અને પીઠને તડકાના સંપર્કમાં લાવવા જોઈએ. જેથી તમારું શરીર વધારે વિટામિન-Dનું ઉપ્તાદન કરે.
તડકામાં બેસતા પહેલા સનસ્ક્રીન જરૂર લગાવવી જોઈએ. સનસ્ક્રીનના ઉપયોગથી સ્કિન સન ડેમેજથી બચી રહેશે.
તડકામાં જરૂરિયાત કરતાં વધારે સમય સુધી બેસી રહેવાથી સનબર્નની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત સ્કિન કેન્સર અને એજિંગ સાઈન્સ પણ દેખાવા લાગે છે.