Air Travel Tips: હવાઈ મુસાફરી દરમિયાન તમારે શું ન ખાવું જોઈએ? જાણી લો


By Vanraj Dabhi20, Jul 2024 05:56 PMgujaratijagran.com

હવાઈ મુસાફરી

ઘણીવાર લોકોને મુસાફરી કરતા પહેલા હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે, જેથી મુસાફરીમાં સ્વાસ્થ્ય બગડે નહીં. ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી.

નિષ્ણાત અભિપ્રાય

ઊંચાઈ પર દબાણને કારણે શરીરમાં પાણી ઓછું થઈ જાય છે. તેથી ભોજન યોગ્ય રીતે પચતું ન હોવાથી લોકોએ ફ્લાઇટમાં જતા પહેલા અમુક ખોરાકનું સેવન ટાળવું જોઈએ.

ભારે કઠોળ

હવાઈ મુસાફરીમાં તમારે કઠોળ અને ભારે કઠોળ ખાવાનું ટાળવું જોઈએ. તે પેટ સંબંધિત પાચન, પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

બ્લેક કોફી ન પીવો

હવાઈ મુસાફરી દરમિયાન બ્લેક કોફી પીવાનું ટાળો. કોફી મૂત્રવર્ધક પદાર્થ હોવાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બને છે.

તળેલું ન ખાવું

હવાઈ મુસાફરી દરમિયાન તળેલું ખાવાનું ટાળો. આ પાચનને અસર કરે છે.

પાણીની ઉણપ ન થવા દો

હવાઈ મુસાફરીમાં કેબિન પ્રેશરના કારણે શરીરનું પાણી નીકળી શકે છે. તેથી લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

કોબી ન ખાવ

લોકોએ હવાઈ મુસાફરી કરતા પહેલા કોબીજ ખાવાનું ટાળવું જોઈએ. તેને પચાવવામાં તકલીફ પડી શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ ન ખાવ

હવાઈ મુસાફરી દરમિયાન પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. પાચનક્રિયામાં તકલીફ કરી શકે છે.

વાંચતા રહો

અહીં દર્શાવેલ વસ્તુઓનું સેવન હવાઈ મુસાફરી દરમિયાન ટાળો. આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chia Seeds Benefits: જાણો ચિયા સિડ્સના ફાયદા તેને ખાવાની રીત વિશે