Chia Seeds Benefits: જાણો ચિયા સિડ્સના ફાયદા તેને ખાવાની રીત વિશે


By Smith Taral20, Jul 2024 04:00 PMgujaratijagran.com

ચિયા સિડ્સ એક સુપરફુડ છે જેનાંથી અઢળક ફાયદા મેળવી શકાય છે. આમાં પ્રોટીન, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર રહેલું હોય છે કે શારીરિક સ્વાસ્થય માટે ઘણા ઉપયોગી પોષકતત્ત્વો છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે

પોષકતત્ત્વો

ફાઈબરની સાથે ચિયા સીડ્સમાં ઓમેગા, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ સારી માત્રામાં રહેલું હોય છે

મગજના કાર્યને સુધારે છે

ચીયા સિડ્સમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ મગજના કાર્યને સુધારવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે.

એનર્જીથી ભરપૂર

ચીયા સિડ્સમાં સેવનથી તમને દિવસ દરમિયાન એનર્જેટીક મહેસૂસ કરો છો

બ્લડ સુગર લેવલને નિયંત્રિત

ચીયા સિડ્સમાં મળતું પ્રોટીન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે

વજન ઘટાડવામાં મદદરૂપ

ચીયા સિડ્સના સેવનથી તમારી ભૂખ ઓછી થાય છે કારણ કે તેમાં લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખે છે, જો તમે ચિયા સીડ્સનું સેવન કરો છો તો વજન ઘટાડવું સરળ બને છે.

હાડકાંને મજબૂત બનાવે છે

ચિયા સીડ્સમાં, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સાથે કેલ્શિયમની પણ રહેલું હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ત્વચા યંગ રાખે છે

ચિયા સીડ્માં રહેલું વિટામિન એફ, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે, અને ફ્રી રેડિકલ થતી સમસ્યાથી બચાવે છે અને તમને યંગ રાખવામા મદદ કરે છે

સ્મૂધી, શેક અથવા સૂપમાં

ચિયા સીડ્સનેને તમેં સ્મૂધી, શેક અથવા સૂપમાં નાખીને પી શકો છો, એ તમારા ડાયેટને વધુ હેલ્ધી બનાવશે.

Healthy Monsoon Snacks: ચોમાસાની ઋતુમાં આ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો કરો