ચોમાસામાં મોટાભાગે લોકો તળેલો નાસ્તો ખાવાનું પસંદ કરે છે. જેનું વધુ પડતું સેવન શરીર માટે નુક્સાનકારક પણ હોઈ શકે છે. આના વિકલ્પમાં તમે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો પણ કરી શકો છો
મખાના સવારના નાસ્તામાં ખાવા માટે ઘણો હેલ્ધી બ્રેંકફાસ્ટ છે, આમાં ભરપુર માત્રામાં ફાઈબર અને પ્રોટીન રહેલું હોય છે. તમે તને હળવા શેકી તેમાં મીઠું અને મરી પાવડર નાખીને ખાઈ શકો છો.
સ્પ્રાઉટ્સ નાસ્તામાં ખાવા માટે ઘણો હેલ્ધી ઓપ્શન છે, આમાં અઢળક પોષકતત્વો રહેલા હોય છે. આમાં તમે લીંબુ શાકભાજી એડ કરીને ખાઈ શકો છો
પ્રોટીનથી ભરપૂર શેકેલા ચણા પણ નાસ્તામાં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. ચણા ફાઇબરનો સારો સ્ત્રોત પણ છે.
કોળાના બીજમાં પણ અઢળક પોષકતત્વો મળી આવે છે. આમાં ભરપૂર માત્રામાં ઝીંક અને મેગ્નેશિયમનો રહેલું હોય છે, જે તમારા એકંદર આરોગ્યને ટેકો આપે છે
ખજૂર અને બદામના ઉર્જાનો સારો સ્રોત છે, આમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા હોય છે જે તમને શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયાદાકારક છે
પૌઆ નાશ્તામાં ખાવા માટે હળવો અને અને પચવામાં સરળ ખોરાક છે. આમાં સેવ, ડુંગળી, લીંબુનો રસ, દાડમ વગેરે નાખીને ખાઈ શકાય છે