ઘણીવાર લોકો વાળ ખરવા અને પાતળા વાળની સમસ્યાથી પરેશાન રહે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે વાળને સ્વસ્થ રાખવા અને તેના વિકાસ માટે શું કરવું જોઈએ?
દીપશિખા જૈનના જણાવ્યા અનુસાર કેટલાક બીજનું સેવન કરીને જરૂરી પોષક તત્વો મળી રહે છે.જે વાળને અંદરથી સ્વસ્થ અને મજબૂત બનાવે છે.
મેથીના દાણામાં આયર્ન, ફોલિક એસિડ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે. જે વાળના મૂળ અને માથાની ઉપરની ચામડીમાં ઓક્સિજન આપે છે.
ફણગાવેલા મેથીના દાણામાં વધુ પ્રોટીન હોય છે. તેથી વાળની તંદુરસ્તી માટે મેથીના દાણાને અંકુરિત કરી પછી તેનો પાવડર બનાવીને ભોજનમાં લો.
શણના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, વિટામિન ઇ અને બાયોટિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે કેલ્પને પોષણ આપવામાં અને વાળની શુષ્કતા દૂર કરીને વાળના મૂળમાંથી મજબૂત બનાવે છે.
સૌ પ્રથમ શણના બીજને પીસીને ખોરાક, દહીં કે ફળોની સાથે સેવન કરો.
ચિયાના બીજમાં પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને વાળને પોષણ અને મજબૂત કરવા માટે પ્રોટીનની જરૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી વાળ મજબૂત બને છે.
ચિયાના બીજમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. જે વાળને સ્વસ્થ, મજબૂત અને ચમકદાર બનાવવા માટેચિયાના બીજને પલાળીને પછી તેનું સેવન કરો.
અહીં જણાવેલ બીજનું સેવન તમે વાળના વિકાસ માટે કરી શકો છો.આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.