By Hariom Sharma2023-05-26, 09:23 ISTgujaratijagran.com
શુગર લેવલ જેટલું હાઇ હોવું ખતરનાક છે એટલું જ શુગર લેવલ લો હોવું પણ જોખમી છે. આ માટે જો અચાનક શુગર લેવલ લો થવા પર આ સરળ રીતો અપનાવો.
લો શુગર લેવલના લક્ષણો
- ધ્રૂજારી - ખૂબ ઠંડી લાગવી - હાર્ટ બીટ વધવી - સ્કિન પીળી પડવી - વધુ પરસેવો થવો
પાણીમાં ખાંડ ઓગાળો
અચાનક શુગર લેવલ લો થવા પર પાણી અને ખાંડનું મિશ્રણ દર્દીને આપી શકાય. આ માટે એક ગ્લાસ પાણીમાં એકથી બે ચમચી ખાંડ મિક્સ કરીને પીવાથી શુગર લેવલ વધી શકે છે.
ફળ
ફળોમાં નેચરલ શુગર અને કાર્બોહાઇડ્રેટ રહેલું હોય છે. જો અચાનક શુગર લેવલ લો થાય તો, કેળા, દ્રાક્ષ, સફરજન, દાડમ અને નારંગી જેવા ફાળોનું સેવન કરવું.
દ્રાક્ષ
આચનક બ્લડ શુગર લેવલ લો થવા પર દ્રાક્ષનું સેવન ફાયદાકારક છે. દ્રાક્ષમાં શુગરની માત્રા રહેલી હોય છે. આ માટે લો શુગર લેવલમાં તમે બે ચમચી દ્રાક્ષ લઇ શકો છો.
ગ્લુકોઝની ગોળી
જો તમારું બ્લડ શુગર લેવલ અચાનક ઘટી ગયું છે તો ગ્લુકોઝની ગોળી લઇ શકો છો. 15થી 20 ગ્રામની એક ગ્લુકોઝ ગોળી ખાવાથી તમારું શુગર લેવલ કંટ્રોલમાં રાખી શકાય છે.
જ્યૂસ
જ્યૂસનું સેવન કરવાથી શુગર લેવલ વધારવામાં મદદ મળે છે. જો શુગર લેવલ અચાનક લો થવા પર ફળોનો જ્યૂસ જેમ કે સફરજ, નારંગીના જ્યૂસનું સેવન કરી શકો.