By Hariom Sharma2023-05-26, 10:00 ISTgujaratijagran.com
સ્વસ્થ શરીર
એક સ્વાસ્થ શરીર માટે શરીરમાં દરેક પ્રકારના વિટામિન બરાબર માત્રામાં હોવા ખૂબ જ જરૂરી છે. આજે આપણે જાણીશું વિટામિન સીની ઉણપના કારણે કંઇ બીમારીઓ થઇ શકે છે.
વિટામિન C
વિટામિન સી શરીરમાં ઇમ્યૂનિટી માટે જરૂરી હોય છે, સાથે આ શરીરને સારી રીતે કામ કરવા અને હાડકા મજબૂત કરવાનું પણ કામ કરે છે.
બીમારી
વિટામિની સીની ઉણપના કારણે તમે ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે. વિટામિન સીની ઉણપ એ લોકોમાં વધુ જોવા મળે છે જે લોકો ખાન-પાનમાં ધ્યાન નથી આપતા અને ધૂમ્રપાન કરે છે.
ઘા
શરીરમાં વિટામિન સીની ઉપણના કારણે જો તમે કોઇ જગ્યા ઘા પડ્યો છે તો તે માટવામાં ઘણો સમય થાય છે. આવી સ્થિતિમા જે જગ્યાએ ઘા પડ્યો છે ત્યાં વધુ ધ્યાન આપવું જોઇએ.
સ્કર્વી રોગ
વિટામિન સીની ઉણપના કારણે તમે સ્કર્વી નામનો રોગ પણ થઇ શકે છે. આના લક્ષણોમાં વાળ ખરવા, થાક, કમજોરી અને નખ કમજોર પડી શકે છે.
આંખ
શરીરમાં રહેલા વિટામિન સીમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે આંખો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. આમા વિટામિનની ઉણપથી આંખમાં ગંભીર સમસ્યા થઇ શકે છે.
એનીમિયા
એનીમિયા રોગ પણ વિટામિન સીની ઉણપના કારણે થાય છે. એનીમિયા થવાની સ્થિતિમાં ઓક્સિજનની કમી વર્તાય છે અને તેના કારણે થાક અને કમજોર અનુભવાય છે.
ખાન-પાન
શરીરમાં વિટામિન સીની ઉણપને પૂરી કરવા માટે લીંબુ, નારંગી, ટામેટા, આમળાનું સેવન કરી શકો છો. આ સિવાય શાકભાજીમાં બીટ, પાલક અને શાકભાજી પણ વિટામિન સીથી ભરપૂર હોય છે.