ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈ ઓર હોય છે, તેમા કેરીનો રસ અને પૂરી ખાવાનો આનંદ પણ અનેરો હોય છે. પરતું તમને જણાવી દઈએ કે કેરીનું સેવન કરતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે, જે તમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે, આવો જાણીએ વધુમા
કેરી અને દહીં સાથે ખાવું નુકસાન કરી શકે છે, કારણ કે કેરી ગરમ સ્વભાવ ધરાવે છે જ્યારે દહીં ઠંડું હોય છે, માટે તેને સાથે ખાવું પેટમાં અગવડતા ઊભી કરી શકે છે
ખાટા ફળો સાથે કેરી ખાવાનું ટાળવું જોઈએ, આને સાથે ખાવાથી પીએચ સ્તર અસંતુલિત થાય છે, જેનાથી પેટ સંબધિત સમસ્યાઓ પણ થાય છે
કેરીને આઈસ્ક્રીમ સાથે પણ ખાવું લાભદાયક નથી, આને એકસાથે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
સોડા ડ્રીન્ક સાથે કેરીનું સેવન ન કરવું જોઈએ, આનાથી બ્લડ શુગર ઝડપથી વધે છે.
સોડા ડ્રીન્ક સાથે કેરીનું સેવન ન કરવું જોઈએ, આનાથી બ્લડ શુગર ઝડપથી વધે છે.
કેરી સાથે મસાલાવાળા ખોરાક ન ખાવા જોઈએ. આમ કરવાથી પાચનની સમસ્યા થાય છે અને હાર્ટબર્ન પણ થઈ શકે છે.
કેરી અને કારેલાનુ શાક ન ખાવું જોઈએ. આમ કરવાથી ઉલ્ટી, ઉબકા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કેરી ખાતી વખતે તેની ઉપર પાણી ન પીવું, આનાથી આંતરડાને ભારે નુકસાન થાય છે અને પેટમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે