ઉનાળાની ઋતુમાં તડબૂચ ખાવાનો આનંદ જ અલગ છે. ઉનાળામાં પાણીવાળા ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આમા ભરપૂર મિનરલ્સ અને પોષકતત્વો રહેલા હોય છે જે ગરમીમાં તમને રાહત આપે છે. પરંતુ જો તમે તડબૂચ ખાઈ રહ્યા હોવ તો તેની સાથે આ વસ્તુઓ ખાવાનું ટાળજો. આવો જાણીએ વધુમાં
તડબૂચ ખાધા પછી દૂધનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તડબૂચમાં વિટામિન સી હોય છે અને તેને દુધ સાથે ખાવાથી પેટમા રીએકશન થઈ શકે છે અને બ્લોટીંગ જેવી સમસ્યા થાય છે
ઈંડા અને તડબૂચ બંને વિરુધ્ધ ખોરાક છે આને સાથે ખાવાનું ટાળવું જોઈએ. આ કોમ્બીનેશનના સેવનથી તમને બ્લોટીંગ અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે
દહીં પણ તડબૂચ સાથે ખાવાનું ટાળવું જોઈએ. તડબૂચ અને દહીં ખાવાથી ગેસ અને એસિડિટી થઈ શકે છે.
તડબૂચ ખાધા પછી કઠોળ ન ખાવા જોઈએ. કઠોળમાં ઉચ્ચ પ્રોટીન હોય છે. તેના સેવનથી અપચો અને બ્લોટીંગની સમસ્યા થઈ શકે છે
તડબૂચ ખાધા પછી કઠોળ ન ખાવા જોઈએ. કઠોળમાં ઉચ્ચ પ્રોટીન હોય છે. તેના સેવનથી અપચો અને બ્લોટીંગની સમસ્યા થઈ શકે છે
તડબૂચ ખાધા પછી વધુ પ્રોટીનયુક્ત ખોરાક ટાળવો જોઈએ, આનાથી તમારા પેટનું સ્વાસ્થ્ય બગડી શકે છે
તડબૂચ સાથે મીઠું ખાવાથી બીપીમાં વધઘટની સમસ્યા થઈ શકે છે, આનાથી તડબૂચના પોષક તત્વો શરીરમાં શોષાતા નથી.
તમારે તડબૂચ ખાધા પછી તરત જ કોઈ પ્રકારના નટ્સ ખાવાથી બચવું જોઈએ. આ ફૂડ કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.