આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા વિટામિન અને પોષકતત્વોની જરૂરી હોય છે. આમાં વિટામિન B જો શરીરમાં ઓછું હોય તો ઘણી સ્વાસ્થ્યની તકલીફો થઈ શકે છે. શરીરમાં તેની ઉણપથી આંખો અને પાચન જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ વધુમાં
શરીરમાં વિટામીન Bની ઉણપથી હિમોગ્લોબિનનું લેવલ ઘટી જાય છે અને અનેમિયા થવાનું જોખમ વધે છે. આના કારણે ત્વચા સંબધિત બિમારીનો પણ સામનો કરવાનો થઈ શકે છે
વિટામીન B ની ઉણપથી માથાના દુખાવા જેવી તકલીફ થઈ શકે છે, અને માનસિક તાણ પણ અનુભવાય છે. ઘણી વખત તેનાથી યાદશક્તિ પણ પ્રભાવિત થાય છે.
શરીરમાં વિટામીન Bની ઉણપને કારણે થાક જલદી લાગે છે, અને શરીરમાં નબળાઈ અનુભવાય છે.
જો તમારા વિટામિન Bની ઉણપ છે તો તમમે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉણપથી કબજીયાત ઉલ્ટી, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓ થાય છે.
જો તમારા વિટામિન Bની ઉણપ છે તો તમમે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉણપથી કબજીયાત ઉલ્ટી, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓ થાય છે.
વિટામીન B ની ઉણપને કારણે મોઢામાં ચાંદા, જીભ પર સોજો અને દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વિટામિન બીથી ભરપૂર ખોરાકનું સેવન કરો