ડાર્ક ચોકલેટ તમારા મુડને રાખશે ફ્રેશ અને હૃદયને રાખશે સ્વસ્થ; જાણો દરરોજ કેટલી ખ


By Smith Taral21, May 2024 05:00 PMgujaratijagran.com

આપણે મોટા ભાગે સામાન્ય મિલ્ક ચોકલેટ ખાતા હોઈએ છે, જેમાં ખાંડનુ પ્રમાણ વધુ હોય છે. પરંતુ જો તમે ડાર્ક ચોકલેટ ખાવો છો તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે, આમાં ખાંડ ઓછી અને ચોકલેટનું પ્રમાણ વધુ હોય છે. આવો જાણીએ તેના ફાયદા, પોષક તત્વો અને તે કેટલી માત્રામાં ખાવું જોઈએ.

પોષક તત્ત્વો

ડાર્ક ચોકલેટમાં કોપર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન A, વિટામિન B, વિટામિન E અને K જેવા પોષકતત્વો રહેલા હોય છે

તણાવ ઘટે છે

ડાર્ક ચોકલેટનું સેવન તણાવ ઘટાડવામાં મદદ કરે છે. આ ખાવાથી કોર્ટિસોલનું સ્તર ઘટે છે અને તમારા મૂડને પણ સારો કરે છે. આ સિવાય તેમાં હાજર મેગ્નેશિયમ મગજને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

હૃદય સંબંધિત

ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આમાં રહેલું ફ્લાવનોલ લાઇકોપીન ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

લોહીનું પરિભ્રમણ

ડાર્ક ચોકલેટ ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને ત્વચાને પણ સારી કરે છે.. આ સિવાય ત્વચાને સૂર્યના હાનિકારક UV રેયસથી થતા નુકસાન થતા બચાવે છે

લોહીનું પરિભ્રમણ

ડાર્ક ચોકલેટ ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને ત્વચાને પણ સારી કરે છે. આ સિવાય ત્વચાને સૂર્યના હાનિકારક UV રેયસથી થતા નુકસાન થતા બચાવે છે

કેટલા પ્રમાણમાં ખાવું

ડાર્ક ચોકલેટનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જરૂરી છે. લગભગ 30 થી 60 ગ્રામ ડાર્ક ચોકલેટ રોજ ખાઈ શકાય છે. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે માત્ર સારી ગુણવત્તાવાળી ડાર્ક ચોકલેટ જ લો.

આ લોકોએ કઢી ન ખાવી જોઈએ?