રાત્રે ભરપૂર ઊંઘ લેવી શરીર માટે ખૂબ જરૂર છે. આ માટે ડાયેટમાં કેટલાક ફૂડ્સ સામલે કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે.
ગાજરમાં ઘણાં પોષકતત્ત્વો રહેલા છે, જે તમારી ઊંઘને સારી બનાવે છે. આ માટે રાત્રે સલાડના રૂપમાં ગાજરનું સેવન કરી શકાય છે, જે આંખો માટે પણ ફાયદાકારક છે.
અખરોટામાં ઓમેગા-3 ફેટ એસિડ જેવા ઘણાં પોષકતત્ત્વો રહેલા હોય છે, જે મેલાટોનિન હોર્મોન વધારવામાં મદદ કરે છે. આ માટે રાત્રે સૂતા પહેલા અખરોટ ખાવાથી સારી ઊંઘ આવે છે.
તમારી ઊંઘને સારી બનાવવા માગો છો, તો ડાયેટામાં બદામ એડ કરો. બદામમાં રહેલા પોષકતત્ત્વો બોડીમાં મેલાટોનિન હોર્મોનને વધારીને તમારી ઊંઘ સારી બનાવે છે.
રાત્રે સૂતા પહેલા બેથી ત્રણ કલાક પહેલા કેમોમાઇલ ચાનું સેવન કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર કરી શકાય છે. કેમોમાઇલ ચાના ગુણ સ્ટ્રેસથી પણ રાહત અપાવે છે.
ઊંઘ ન આવવાની સમસ્યામાં સફેદ ચોખાનું સેવન કરવું ફાયદાકારક છે. રાતના ભોજનમાં સેફદ ચોખા સામેલ કરવાથી તમને સારી ઊંઘ આવે છે.