ઓફિસમાં વર્ક પ્રેશરના કારણે કેટલાક લોકો પોતાની હેલ્થ પર ધ્યાન નથી આપી શકતા. એવામાં ઓફિસ દરમિયાન તમારી કેટલીક ખરાબ આદતો શરીરનું વજન વધારી શકે છે.
ડેસ્ક જોબામાં વધારે પડતાં લોકો કલાકો સુધી સતત બેઠા રહીને કામ કરે છે. આ કારણેથી મેટાબોલિજમ સ્લો થવાની સાથે કેલરી બર્ન થતી નથી, જે વજન વધવાનું કારણ બને છે.
મોડી રાત સુધી કામ કરતાં લોકોમાં વજન વધવાની સમસ્યા જોવા મળે છે. આવું થવાનું કારણ મોડી રાત સુધી કામ કરવા પર ભૂખ પણ લાગે છે અને તેના કારણે લોકો અનહેલ્ધી ફૂડ્સનું સેવન કરે છે.
કેટલાક લોકો કામના કારણે ક્યારેક જલદી તો ક્યારકે મોડેથી ખાવાનું ખાય છે. ઘણી વાર વર્ક પ્રેશરના કારણે ખાવાનું સ્કીપ પણ કરે છે. તમારી આ ખરાબ આદત તમારું વજન વધારી શકે છે.
જો તમ વજન કંટ્રોલ રાખવા માગો છો તો સ્ટ્રેસ લેવાથી બચો. સ્ટ્રેસના કારણે કોર્ટિસોલ હોર્મોન વધી શકે છે, જેનાથી તમને ક્રેવિંગ થઇ શકે છે અને ઓવરઇટિંગનો શિકાર બની શકો છો.
ઘણી વાર લોકો કામ વધુ હોવાના કારણે કામ કરવાની સાથે ડેસ્ક પર ખાવાનું ખાય છે. ખાવાનું ખાતા સમયે ધ્યાન બીજે હોવાથી મેટાબોલિજમ ધીમું પડે છે, અને વજન વધે છે.