વિટામિન B12 એક જરૂરી પોષક તત્વ છે, જે આપણા શરીરના કામ માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિન DNA સિંથસિસ અને એનર્જી માટે બેહદ જરૂરી હોય છે.
60થી વધુ વયજૂથના 20 ટકા લોકોમાં આ વિટામિનની ઉણપ મળી આવે છે. જે મોટાભાગે અધૂરી ડાયટ કે મેડિકલ કંડીશનના કારણે હોઈ શકે છે.
વિટામિન- B12ની કમીથી સ્કિનનો રંગ પીળો અથવા ફિકો પડી જાય છે. B12 સાથે સંકળાયેલા એનીમિયાના કારણે સ્કિનનો રંગ બદલાય છે. જેનું કારણ શરીરમાં હેલ્ધી રેડ બ્લડ સેલ્સીન કમી હોય છે.
B12ની કમીના ન્યોરોલૉજિકલ સાઈડ ઈફેક્ટ્સ પણ હોઈ શકે છે. જેમાં માથાનો દુખાવો પરણ સામેલ છે. જે વિટામિન B12ની કમીનું સૌથી સામાન્ય લક્ષણ છે.
જો શરીરમાં B12ની કમી હશે, તો તમે થાકેલા જ રહેશો. શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે B12ની જરૂર હોય છે.
B12ની કમીના કારણે ઝાડા, ઉલટી, કબજિયાત, બ્લોટિંગ, ગેસ જેવી પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યા પુખ્ત વયના લોકો તેમજ બાળકોમાં પણ જોવા મળી શકે છે.