નારિયળ પાણીમાં ઘણાં એવા પોષકતત્ત્વો રહેલા છે, જે શરીરને ઘણી રીતે લાભ પહોંચાડે છે. આમાં 95 ટકા પાણી રહેલું છે. જાણો બાળકોને નારિયળ પાણી પીવડાવાના ફાયદા વિશે.
- પ્રોટીન - ફાયબર - કેલ્શિયમ - આયર્ન - મેગ્નેશિયમ - ફોસફોરસ - પોટેશિયમ
- સોડિયમ - ઝિંક - કોપર - મેગ્નીજ - સેલેનિયમ - વિટામિન સી, બી6
તમે બાળકોની બોડીને ડિટોક્સ કરવા માટે નારિયળ પાણી પીવડાવી શકો છો. આનાથી તેમનું શરીર હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે. સાથે જ વિષાત્ક પદાર્થો પણ સરળતાથી કાઢી શકો છો.
નારિયળ પાણીથી બાળકોનું શરીર રોગ સામ લડવાની ક્ષમતા મજબૂત બને છે. આમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે.
જો તમે તમારા બાળકના વજનથી પરેશાન છો તો, તમે નારિયળ પાણી પીવડાવો. આમાં ડાયેટરી ફાયબર રહેલું છે, જે બોડી જમા ફેટને ઘટાડે છે.
બાળકો માટે ખાલી પેટ નારિયળ પાણીનું સેવન કરાવતી પાચન સુધરે છે. આ કબજિયાત, ઝાડા, એસિડિટી વગેરેમાં રાહત અપાવે છે.
- ફ્રેશ નારિયળ પાણી લો - મીડિયમ સાઇજનું નારિયળ - નારિયળન રંગ લીલો હોય - નારિયળમાં ગ્રે રંગના ડાઘા ના હોય.