ગરમીમાં લોકોને કલરફૂલ બરફનો ગોળો ખાવાનો શોખ હોય છે. શું તમે જાણો છો બરફનો ગોળો અથવા ડીસ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
ગરમીમાં બરફનો ગોળો ખાવો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કલરફૂલ બરફનો ગોળો ખાવાથી સરદી-ખાંસીની સમસ્યા થઇ શકે છે.
બરફના રંગબેરંગી ગોળામાં આર્ટિફિશિયલ કલર અને ખરાબ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાનકારક છે. આનું વધુ પડતું સેવન પેટ અને આંતરડામાં ઇન્ફેક્શન કરી શકે છે.
દાંતની કેવિટીથી બચવા માગો છો તો બરફના ગોળા વધુ ના ખાવા. બરફના ગોળામાં શુગરનો ઉપયોગ થાય છે. આ માટે વધુ બરફના ગોળા ખાવાથી કેવિટી થવાની સંભાવના રહે છે.
રંબેરંગી બરફના ગોળા ખાવાથી તમારી સ્કિનને એલર્જીની સમસ્યા પણ થઇ શકે છે. બરફના ગોળામાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેમિકલથી ભરપૂર હોય છે.
બરફના ગોળા અથવા ડીસનું સેવન રોજ કરવાથી ગળામાં ઇન્ફેક્શન પણ થઇ શકે છે. વધુ પડતો બરફનો ગોળો ખાવાથી તમારા ગળાને નુકસાન પહોંચી શકે છે.