વજન ઘટાડવા માટે રાત્રે શું ખાવું જોઇએ?


By hariom sharma21, Mar 2023 05:45 PMgujaratijagran.com

દલીયાનું સેવન

દલીયા રાતના ભોજન માટે એક બેસ્ટ વિકલ્પ બની શકે છે. દલીયામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને આ અન્ય પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

માછલીનું સેવન

બોડી ફેટ ઓછું કરવા માટે અને સ્નાયુઓને મજબૂત બનાવવા માટે માછલીનું સેવ એક સારો વિકલ્પ છે. માછલી ઓમેગા-3 ફેટી એસિડીથી ભરપૂર હોય છે, જે હૃદય માટે ફાયદાકારક છે.

ઓટ્સનું સેવન

રાત્રે ભોજનમાં ઓટ્સનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આમા રહેલા ફાયબર અને પ્રોટીન બોડીને હેલ્ધી રાખે છે અને બોડી ફેટ પણ ઘટાડે છે.

સૂપનું સેવન

સૂપ કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ, ન્યૂટ્રિશન અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જેનાથી શરીરનું પાચન સુધરે છે. પાચન સુધરવાથી પણ વજન ઘટવા લાગે છે અને તમને સ્થૂળતાની સમસ્યાથી રાહત અપાવે છે.

બ્રાઉન રાઇસનું સેવન

વાઇટ રાઇસની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બ્રાઉન રાઇસમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે, જે મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં મદદ કરે છે. બ્રાઉન રાઇસમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, જ

ઈંડાનું સેવન

ડિનરમાં ઈંડાનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે. ઈંડાનો સફેદ ભાગ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં ફેટની માત્રા પણ ખૂબ ઓછી હોય છે.

હેડફોનનો ઉપયોગ વધુ કરવાથી આ સમસ્યા થાય છે