હેડફોનનો ઉપયોગ વધુ કરવાથી આ સમસ્યા થાય છે


By hariom sharma21, Mar 2023 07:30 AMgujaratijagran.com

બહેરાશની સમસ્યા

90 ડેસિબલ કરતાં વધુ અવાજમાં સતત 2 કલાકથી હેડફોન કાન ઉપર લગાવી રાખવાથી, કાનનો પડદો ડેમેજ થઇ શકે છે. પડદો ડેમેજ થવાના કારણે તમને બહેરાશ આવી શકે છે.

હૃદયને લગતી સમસ્યા

હેડફોન દ્વારા વધુ અવાજમાં સોંગ સાંભળવાથી કાન સિવાય વ્યક્તિને હાર્ટને પણ નુકસાન પહોંચી શકે છે. મોટા અવાજમાં સોંગ સાંભળવાથી હાર્ટ બીટ પણ ઝડપતી વધવા લાગે છે અને તે નોર્મલ સ્પિડ કરતાં વધુ ઝડપથી ધબકે છે.

માથામાં દુખાવાની સમસ્યા

હેડફોનમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય તરંગોના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે. ઊંઘ ન આવવના કારણે માથામાં દુખાવો થાય છે, જે સ્વાસ્થ્ય માટે ઘાતક સાબીત થાય છે.

કાનમાં ઇન્ફેક્શન

હેડફોનમાં સોંગ સાંભળવાનો શોખ છે તો ઓફિસ અથવા ઘરે તમારા હેડફોન કોઇની પણ સાથે શેર ના કરો. હેડફોન શેર કરવાથી વાયરલ ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે અને કાનમાં ઇન્ફેક્શન થવું એ ખૂબ જ પીડાદાયક હોય છે.

કાન સુન્ન પડવા

લાંબા સમય સુધી હેડફોનના ઉપયોગથી કાન સુન્ન પડી શકે છે. જેનાથી તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. હેડફોનના વધુ ઉપયોગથી કાન અને માથાને લગતી ગણી સમસ્યાઓ થઇ શકે છે

ઝંક ફૂડ ખાવાથી હાર્ટને થાય છે આ 5 નુકસાન