ઝંક ફૂડ ખાવાથી બ્લડ પ્રેશર વધે છે. ઝંક ફૂડમાં સોડિયમની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, જે બ્લડ પ્રેશરને વધારે છે. આને ખાવાથી હાઇપરટેન્શનની સમસ્યા પણ થઇ શકે છે.
ઝંક ફૂડ ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા પણ વધારે છે. આમાં હાઇડ્રોજનરેટેડ ઓઇલ અને ટ્રાન્સ ફેટ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલનો વધારો કરે છે. હાઇ કોલેસ્ટ્રોલમાં ઝંક ફૂડ ખાવાથી બચવું જોઇએ.
ઝંક ફૂડ ખાવાથી ધમનીઓમાં પ્લાક બનાવો ખતરો રહે છે. ઝંક ફૂડમાં ફેટ અને મીઠાની માત્રા વધુ હોય છે, જે ધમનીઓમાં પ્લાક અને બ્લોકેજને વધારી શકે છે.
ઝંક ફૂડમાં કેલેરી અને ફેટ્સ વધુ માત્રામાં હોય છે, જે ખાવાથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે,જેનાથી હાર્ટ અટેકનો ખતરો વધુ રહે છે.
ફાસ્ટ ફૂડના એક રિસર્ચ પ્રમાણે અઠવાડીયામાં એક વખત પણ ફાસ્ટ ફૂડ ખાવાથી કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ વધુ રહે છે. આને ખાવાથી હાર્ટમાં બ્લોકેજનો ખતરો પણ રહે છે.