આજકાલ જીવનશૈલી યોગ્ય ન હોવાના કારણે ફેટી લીવરની સમસ્યા ઘણા લોકોને બની ગઈ છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આનાથી બચવા શું કરવું જોઈએ?
જો તમે ફેટી લીવરથી બચવા માંગતા હોવ તો હંમેશા તમારું વજન નિયંત્રણમાં રાખો. શરીરમાં વધારાની ચરબી જમા થવાથી ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે.
તમારા આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, હેલ્ધી ફેટ જેવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જેનાથી લીવરની સાથે આંતરડા પણ સ્વસ્થ રહે છે.
જો તમે ફેટી લીવરની સમસ્યાથી બચવા માંગતા હોવ તો ડ્રિંક અને સ્મોકિંગ છોડી દો. આનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે.
નિયમિત રીતે ઓછામાં ઓછી 3 મિનિટ કસરત કરો. જેમાં કસરતમાં સાઇકલિંગ, જમ્પિંગ, રનિંગ વગેરેનો સમાવેશ કરવાની તમારૂ સ્વાસ્થય સારૂ રહે છે.
શરીરને હાઈડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના માટે પૂરતું પાણી પીઓ અને તે સિવાય ફળોના રસનું સેવન કરવું જોઈએ.
વધુ પડતા તળેલા ખોરાક ખાવાનું ટાળો. આનાથી લિવરની સાથે સાથે આંતરડા પર પણ ખરાબ અસર પડે છે.
લીવરને સ્વસ્થ રાખવા માટે તમારે મખાના, હર્બલ ટી, ગ્રીન ટી, બ્લેકબેરી, નારંગી, સફરજન, દાડમ વગેરેનું સેવન કરવું જોઈએ.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.