Diabetes: ડાયાબિટીસના દર્દીઓ આ જ્યુસ પીવાથી મળે છે અઢળક લાભો


By Smith Taral10, Sep 2024 05:39 PMgujaratijagran.com

ડાયાબિટીસના એક એવી સમસ્યા છે, જેમાં સુગરને કંટ્રોલમાં રાખવું ઘણું મહત્વનું છે. કસરક કરીને અને યોગ્ય ખોરાકથી તમે બ્લડ શુગરને કાબૂમાં રાખી શકો છો. આ માટે તમે કેટલાક હેલ્ધી જ્યુસને તમારા ડાયેટમાં સમાવેશ કરી શકો છો. દરેક જ્યુસનાં ગુણો તમારા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આવો જાણીએ વધુમાં

કારેલાનો જ્યુસ

કારેલાનો જ્યુસ એ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણો ફાયદાકારક છે. તે વિટામિન C, વિટામિન A, થાઇમીન, પોટેશિયમ, અને વિટામિન Bથી ભરપૂર છે. કારેલા તમારા શરીરના બ્લડ શુગરના લેવલને સુધારવામાં મદદ કરે છે

કોબીનો જ્યુસ

કોબીનો જ્યુસ એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે કોબીમાં રહેલા એન્ટી હાયપરગ્લાયકેમીક અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો તમારા બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.

મૂળાનો જ્યુસ

મૂળાનો જ્યુસ તમારા શરીરમાં બ્લડ શુગરની માત્રા ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત, મૂળાના પાનમાંથી પણ જ્યુસ કાઢીને પીવાથી તમારા શરીરના રોગોને દૂર કરવામાં મદદ મળી શકે છે. મૂળામાં રહેલું ફાઈબર તમારી ભૂખ ઓછી કરે છે સુગર ક્રેવીગને ઘટાડવામાં મદદ કરે છે.

કાકડીનો જ્યુસ

કાકડીના જ્યુસમાં પોષક તત્વો જેમ કે ફાઈબર અને પોટેશિયમ હોય છે, જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કાકડીની તાજગી અને ફાઈબરથી ભરપૂર આ જ્યુસ તમારા પાચન તંત્રને પણ સુધારવામાં મદદ કરે છે.

ટામેટાંનો જ્યુસ

ટામેટાંનો જ્યુસ એ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ તમારા શરીરના શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને તમારા હૃદયને પણ મજબૂત બનાવે છે.

આ 5 લક્ષણો મગજની ગાંઠ હોય ત્યારે જોવા મળે છે